લાંબી તરસ પછી મળેલ અમૃત બિંદુ

અંદાજે ૧૩ વર્ષ પહેલા ધમડકાજુથ પંચાતયના ગામોને પીવાના પાણી માટે અતિ મુશ્કેલી હતી અને રાત્રે સમાજના મેન એક-એક વ્યકિત એમ પાંચ વ્યકિતનુ ગ્રુપ ધમડકાથી મોરગર સુખપરરોડ ેઅંદાજે ૧૦ કિ.મી દુર ટયુબવેલ(બોર) આવેલો ત્યાં પાણી ચાલુ કરવા માટે જવુ પડતુ હતુ તે બોરમાં અંદાજે ૨૦ જેટલા નાના-મોટા ગામોમાં પાણી વિતરણ થતુ તેમજ ૮ કલાક લાઇટના કારણે બોર ૮ કલાક જ ચાલુ રહેતો જેથી અમારી ધમડકાજુથ પંચાયતના ધમડકા,ભવાનીપર,ચકારમોરા,હિંગોરજાવાંઢ વગેરેમાં પુરતુ પાણી મળતુ ન હતુ જેથી મહિલાઓને માથે બેડા લઇને તળાવ તથા વાડીના (હોજ) ટાંકાઓના ખુલ્લા પાણીનો ઉપયોગ કરવો પડતો જેથી પાણીજન્ય રોગોનુ પ્રમાણ વધારે રહેતુ.

તે પછી ૨૦૦૪ પછી અમારી નવી ગ્રામપંચાતય બોડી આવતા અમે પાણીની સમસ્યાના કારણો શોધી સરકાર અને વાસ્મો જેવી સંસ્થા સાથે સંકલન કરી ગ્રામસભા બોલાવી ,સામાન્યસભા બાલાવી અને ગામની પાણીસમીતીની રચના કરવામાં આવી.

પંચાયત દ્વારા પાણીસમીતી મારફત ગામમાંથી ૧૦% લોકફાળો એકઠો કરી વાસ્મો સંસ્થા સાથે જોડાણ કરવામાં આવ્યુ અને (૫૦ લાખ) અળધા કરોડ જેટલુ કામ કરવામાં આવ્યુ જેમાં સંપથી ગામના એન્ટ્રીપોઇન્ટે એકલાખ લીટરનોે અંડરગ્રાઉન્ડ ટાંકો તેમાં મોટર ફીટીંગ કરી બાજુમા એકલાખ લીટરનોે ઓવરહેડટાંકો બનાવેલ તેમાં પાણી ચડાવી , ગામમાં તમામ જગ્યાએ નવી પીવીસી પાઇપલાઇન,વાલ સીસ્ટમ અને મેન જગ્યા ઉપર સ્ટેન્ડ પોસ્ટ તથા અવાળાની કામગીરી કરવામાં આવી ઉપરાંત ૮ કલાક વીજસપ્લાયમાંથી ૨૪ કલાકની લાઇટવાળા કનેકશન સાથે જોડાણ કરવામાં આવ્યુ.

હાલમાં પંચાયતે ગ્રામસભાનુ આયોજન કરી પાણીવિતરણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક વ્યકિતદીઠ મહિને ૧૦ રૂપિયા રાશનકાર્ડમાં નામ હોય તે પ્રમાણે ઉઘરાવીવાલમેન તથા મેન્ટેનશ ખર્ચની વ્યવસ્થા પંચાયતે ગ્રામજનો સાથે સહમતીથી કરેલ છે.

Leave a comment

Leave a comment