ધમડકા પંચાયતે ગૌચર જમીનને કરી ફોરેસ્ટ વિભાગમાંથી અલગ

સંદર્ભ:- સેતુ કલસ્ટરની ધમડકા પંચાયત દ્વારા એક અનોખી હિમાયત કરી પોતાની શાસનવ્યવસ્થા મજબુત કરવા ગામમાં એક અનોખી પહેર કરેલ છે જેમાં કેટલા વર્ષોથી સરકારનાચોપડે બોલતી જમીન ફોરેસ્ટડીપાર્ટમેન્ટમાંથી ખુલ્લી કરી ગૌચરવિકાસ કરેલ છે.

વર્ણન:- સેતુ કલસ્ટરની ધમડકા પંચાયતમાં વધારે પડતી ફોરેસ્ટની જમીન-નદી છે અને સાથે ગૌચર જમીન આશરે ૨૫૨ (બસો બાવન એકર)એકર જેટલી હતી પણ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની વધુ પડતી માલિકી અને સીકયુટીના કારણે અને ગ્રામજનો ફોરેસ્ટના કાયદા, દંડ અને ભયના કારણે ધીમે-ધીમે ગૌચર જમીન પર જતા ઓછા થયા તેના કારણે ગૌચર જમીનમાં પુષ્કળ ગાંડા બાવળો થઇ ગયા અને વર્ષો બાદ ફોરેસ્ટના ગાંડા બાવળ અને ગૌચરના ગાંડા બાવળ એકસરખા થઇ જતા ગ્રામજનો બધી જમીન ફોરેસ્ટવાળાની સમજી બેઠા ત્યારબાદ ૨૦૦૬ માં ચુંટાયેલ ધમડકા પંચાયત દ્વારા નકશાના આધારે ગૌચરની આશરે ૨૫૨ એકર જમીન ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ સાથે વાત કરી ખુલ્લી કરાવી ત્યારબાદ ગામના નાગરિકો રસોઇ માટે, પશુપાલકો છાયડો કરવા સેડ માટે લાકડા તેમાંથી કાપવાનુ શરૂ કર્યુ અને ધીમે-ધીમે જમીનમાંથી બાવળ કપાતા ગામના પશુઓને ચરીયાણ માટે જવાનુ પણ શરૂ થયુ ત્યારબાદ પંચાયતે વિચાર્યુ કે આ જમીનમાંથી બાવળને મુળમાંથી કાઢી તેમાં સારૂ ઘાસ વાવીયે ત્યારે પંચાયતે નાની શરૂઆત વી.જી.એફ. ના માધ્યમથી કરી જેમાં ૧૦ એકર જમીનમાંથી લોકભાગીદારીથી બાવળને મુળમાંથી કાઢવાનુ કરેલ અને વી.જી.એફમાંથી તારફેન્સીંગ કરેલ ત્યારબાદ ખેડાણ કરી ધામણ ઘાસનુ વાવેતર કરેલ છે.

માપદંડ:-

  • હાલ ટોટલ ગૌચર જમીનમાં એક વખત બાવળ કપાઇ જવાથી ફોરેસ્ટની જમીન કરતા બાવળ નાના છે .
  • ૧૦ એકર જેટલી જમીનમાં તારફેન્સીંગ.
  • ધામણઘાસનુ તારફેન્સીંગ વાળીજમીનમાં વાવેતર કરેલ છે.

તાકાત:-

  • ખુલ્લા ચરિયાણથી પશુપાલન ટકાઉ બને છે.
  • ગૌચરમાંથી લાકડુ, ગુંદ, પેડીયા તથા ખેડુતોને જમીન સુુધારવા માટે કાંપનો ઉપયોગ કરે છે તેમજ વન પેદાશો ગામમાં ઉપયોગી થાય છે.
  • ગ્રામજનોને ગૌચર જમીન વિશે ખ્યાલ આવ્યો.
  • પંચાયત અને નાગરિકો વચ્ચેના સેવાકીય સબંધ અને વિÅવાસમાં વધારો થાય છે

પડકારો:-

  • સરકાર ડાયરેક ગૌચર જમીન ઇન્ડસ્ટ્રીઝને આપી દે.

સંપર્ક:-

શ્રી, ધમડકા જુથ ગ્રામપંચાયત, તા-અંજાર જી-કચ્છ
સરપંચશ્રી, અજીતસિંહ રેવુભા જાડેજા,  મો-૯૮૭૯૩૭૫૨૭૫

આર્થિક સહયોગ:-

કચ્છ નવનિર્માણ અભિયાન (વી.જી.એફ. – પોલ હેમલીંગ ફાઉન્ડેશન)

માર્ગદર્શક :-  

સેતુ માહિતી કેન્દ્ર-ધમડકા તા:-અંજાર જી-કચ્છ

Leave a comment

Leave a comment