History of Dhamadka Village

ગુજરાતમાં જયારે કોઇ પણ જગ્યાએ પિંગળ પાઠશાળા ન હતી ત્યારે ધમડકા ગામે પિંગળ પાઠ શાળા હતી.  આ પિંગળ પાઠશાળા હાલે જુનાગામમાં ખુદ સ્વામીજી તેમાં ભણેલ છે તેથી આજે પણ સ્વામીનારાયણના જુના અવશેષો ગામમાં છે. તેની ઉત્તર બાજુએ વર્ષો પહેલા શિવ મંદિરની આજુ-બાજુએ ધમ્રરા કાઠીએ ગામ વસાવેલ અને ધમેશ્વર મહાદેવની સ્થાપના કરવાથી આ ગામનું નામ ધમ્રરા નગરી રાખવામાં આવેલ હતુ. આ ગામમાં અને કચ્છમાં કાઠીઓનું રાજ હતું.

ધમડકા ગામનુ જુનુ નામ ધમરાનગરી હતુ. આશરે ૪૫૦ વર્ષ પહેલા સીંધમાંથી કચ્છ આવીને જાડેજા વસેલ તેમજ ૧૯૭૨ ની ભારત-પાકિસ્તાનની લડાઇ બાદ પાકિસ્તાનમાંથી સોઢા દરબાર આવેલ પંચાયત અંતર્ગતની હાલે જમીન પર વસ્યા ત્યા પ્રાચીન ભવાની માતાજીનું મંદિર હોવાથી તે ગામનું નામ ભવાનીપુર પાડવામાં આવેલ. કાઠીઓ બાદ જાડેજાએ રાજ કરેલ અને ૧૯૫૬મા ભુકંપ થયેલ ત્યારબાદ નવુ ગામ રામકૃષ્ણ મિશને બનાવેલ તેનુ નામ ધમડકા રાખેલ.

તેજ રીતે ધમડકા ગામમાં સિંધમાંથી જ આવેલ ખત્રી લોકો પણ વસ્યા તેઓનો મુખ્ય વ્યવસાય બ્લોકપ્રિન્ટનો છે તેમાં પણ શરૂઆતથી જ અજરખ પ્રિન્ટમાં એવોર્ડો મેળવી  વિશ્વ સ્તરે પ્રખ્યાત છે.

Leave a comment

Leave a comment